અગ્નિસંસ્કાર - 7

  • 2.3k
  • 1.8k

બલરાજ પોતાના નાના ભાઈ જિતેન્દ્રના ઘરે પહોંચે એ પહેલા જ લક્ષ્મી એ બે જુડવા બાળકોને જન્મ આપી દીધો હતો. " જો તો લક્ષ્મી આપણે કેટલા નસીબ વાળા છીએ કે ભગવાને આપણને બે બે દીકરા આપ્યા છે..." બાળકોને હાથમાં લઈ જિતેન્દ્ર બોલ્યો. લક્ષ્મી હજુ પથારીમાં આરામ કરી રહી હતી. ત્યાં જ દરવાજે ટકોર કરતા બલરાજ અને એના આદમીઓ આવી પહોંચ્યા.પોતાના મોટા ભાઈને જોઈને જીતેન્દ્ર બોલ્યો. " ભાઈ જોવો ભગવાનની કૃપાથી અમારે જુડવા બાળકો થયા છે..." જીતેન્દ્રનો ચેહરો ખુશીથી છલકાઈ રહ્યો હતો. ત્યાં જ બલરાજે મનમાં નક્કી કરી લેતા કહ્યું. " બાબાની ભવિષ્યવાણી તો સાચી પડી! લક્ષ્મીને બે જુડવા બાળકો થયા છે!