રાજર્ષિ કુમારપાલ - 40

  • 1.5k
  • 2
  • 698

૪૦ સોમનાથપ્રશસ્તિ બીજે દિવસે પ્રભાત થતાંમાં તો સોમનાથ મંદિર તરફથી આવતા મંગલ વાજિંત્રોના સૂરોએ રાજાની છાવણીને વહેલી જ જગાડી દીધી હતી. ભાવ બૃહસ્પતિ, કવિ વિશ્વેશ્વર, મહાશિલ્પી વિંધ્યદેવ, સોરઠના રા’ મહીપાલદેવ, આભીર ગમદેવ, રાણા સામંતો, મંડલેશ્વરો, મંડલિકો, ઉપરાજાઓ, સેંકડો પ્રજાજનો – મોટો સમૂહ રાજાનો સત્કાર કરવા સામે આવતો હતો.  મહારાજ કુમારપાલ પણ પગપાળા જ ચાલી રહ્યા હતા. માનવસમૂહના ઉલ્લાસની કોઈ સીમા ન હતી. સૌને પૃથ્વી ઉપર સ્વર્ગ ઊતર્યું જણાતું હતું.  ભાવ બૃહસ્પતિ આવ્યા અને મહારાજ કુમારપાલને પ્રેમથી આશિર્વાદ આપતા ભેટ્યા. કવિ વિશ્વેશ્વરે પ્રશસ્તિ કરી. વિંધ્યદેવે નમન કર્યું. રાજા-રાણાએ પ્રણામ કર્યા. મહારાજે સૌને પ્રેમથી સમાચાર પૂછ્યા. એટલામાં તો જનસમૂહમાં જાણે એક લાંબી