રાજર્ષિ કુમારપાલ - 38

  • 1.5k
  • 1
  • 792

૩૮ સોમનાથની જાત્રા સોમનાથનું મંદિર તૈયાર થવા આવ્યું. સમયને જતાં શી વાર લાગે છે? પણ એ તૈયાર થયાના સમાચાર આવ્યા ત્યારે એ મહોત્સવપ્રસંગે હાજર રહેવા માટે જનારાઓની સંખ્યા સેંકડોથી નહિ, હજારોથી ગણાવા માંડી. આખી પાટણનગરીમાં જાણે કોઈ ઘેર જ રહેવા માગતું ન હતું! મહારાજને પણ ચિંતા થઇ: કોને હા કહેવી ને કોને ના કહેવી? કેટલાક ચુસ્ત જૈનોમાં મંદ ઉત્સાહ હતો, એટલે એમના ઉપર પાટણનો ભાર સોંપીને જવાની તૈયારીઓ થવા માંડી. આમ્રભટ્ટ શકુનિકાવિહાર બંધાવી રહ્યો હતો, એટલે એ ભૃગુકચ્છમાં હતો. એણે પાટણનો રક્ષણભાર સોંપાયો. પણ કર્ણોપકર્ણ વાત ચાલી: ‘ગુરુજી હેમચંદ્રાચાર્ય સોમનાથ પાટણ જાય છે ખરા? કે નથી જતા?’ સામાન્યોમાં એ કુતૂહલનો