રાજર્ષિ કુમારપાલ - 34

  • 1.5k
  • 2
  • 724

૩૪ ઉપાલંભ મહારાજ કુમારપાલ પાસે આવ્યા ત્યારે એમનો વેશ જોઇને આચાર્યને પણ નવાઈ લાગી. તદ્દન સાદો, જરાક પણ જાત પ્રગટ ન કરી દે તેવો એ વેશ હતો. દેખીતી રીતે રાત-આખી વેશપલટો કરીને, નગરચર્યા જોવા માટે તેઓ ગયા હોય તેમ જણાયું. એમણે આવતાંવેંત દેવચન્દ્રાચાર્યને પંચાંગ નમસ્કાર કર્યા. બે હાથ જોડીને તેઓ ત્યાં ઊભા રહ્યા. ‘મહારાજ! આમ અત્યારે ક્યાંથી?’ હેમચંદ્રાચાર્યે પૂછ્યું. જવાબમાં મહારાજે એક જબ્બર નિશ્વાસ મૂક્યો: ‘રાજભંડાર તમામ ખાલી કરું તોપણ ટાળી ન શકાય એટલી ગરીબી જોઇને આવું છું. પ્રભુ! આ સહ્યું જાતું નથી! ઈશ્વર આપણને વાહન ન બનાવે?’ ‘શેનું, રાજાજી?’ દેવચન્દ્રાચાર્યે પોછ્યું. ‘મહારાજ! તમામને અનૃણી કરવાનું. મને એ એક શક્તિ