રાજર્ષિ કુમારપાલ - 33

  • 1.4k
  • 1
  • 758

૩૩ છોકરાંની રમત વહેલા પ્રભાતમાં એક દિવસ બંને ત્યાં સરસ્વતીને કિનારે ફરી રહ્યા હતા. સેંકડો નૌકાથી નદીના બંને કાંઠા ભર્યાભર્યા લગતા હતા. પાટણ તરફ દ્રષ્ટિ કરતાં ઇન્દ્રની કોઈ અપ્સરાનું જાણે શતકોટિ આભરણ-વસ્ત્ર નીચે પડી ગયું હોય તેમ સેંકડો ને હજારો કનકકળશોથી નગરીમાં રમ્ય મહાલયો શોભી રહ્યાં હતાં. પૃથ્વીને કોઈ દિવસ તજવાનું મન ન થાય એટલી  મોહક રમણીયતા ત્યાં રેલાઈ રહી હતી.  બંને સાધુ નગરીને પ્રેમથી નિહાળી રહ્યા. હેમચંદ્રાચાર્યે અચાનક કહ્યું: ‘પ્રભુ! આવી ઇન્દ્રપુરી જેવી નગરી છે, વિક્રમ સમો રાજા છે...’ ‘અને, હેમચંદ્ર! તારા સમો ગુરુ છે...’ દેવચંદ્રજીએ હસતાં-હસતાં કહ્યું. ‘પણ એક વસ્તુ આંહીં નથી!’ ‘શું?’ ‘આંહીં કોઈ જ અકિંચન નથી,