રાજર્ષિ કુમારપાલ - 23

  • 1.9k
  • 1
  • 1.2k

૨૩ જીવનકાવ્યની છેલ્લી પંક્તિ ‘આંહીં જ લાગે છે, વાગ્ભટ્ટ! પેલું શ્યામ વસ્ત્રઘર દેખાય! એ પોતે ત્યાં ઊભેલ જ છે. પણ આપણે જરાક આંહીં થોભી જાઓ... આપણે વાત શી રીતે ઉપાડીશું?’ અર્ણોરાજ ને ત્રિલોચન સાંભળી રહ્યા. પરાજય સિવાયની બીજી કોઈ વાત હોય તેમ જણાયું.  ‘મને પણ એ લાગે છે,મહારાજ! વાત કહેવી શી રીતે? એક તો એ સૌથી નાનો છે. પિતાથી પહેલી જ વખત જુદો પડ્યો હતો. પિતાજી પ્રત્યે એને અનહદ પ્રીતિ છે. એને તો કોંકણરજની વિષહર છીપ લાવીને પિતાજીને બતાવવી હતી અને ત્યાં તેઓ તો ચાલી નીકળ્યા! આ સમાચાર એને કહેવા શી રીતે? કાક ભટ્ટરાજ આવી ગયા હોત –’ અર્ણોરાજ ને