રાજર્ષિ કુમારપાલ - 22

  • 862
  • 1
  • 472

૨૨ આમ્રભટ્ટનો પરાજય અર્ણોરાજ પાછો ફર્યો. ત્રિલોચન આતુરતાથી એની રાહ જોઈ રહેલો લાગ્યો. દુર્ગપતિ બહુ અણનમ ગણાતો. અજયપાલજીને પ્રભાતમાં પાટણમાં દાખલ કરી દેવાનું મહારાજે સોંપેલું કામ પાર ઉતારવાને એ ઘણો ઉત્સુક જણાતો હતો, પણ અર્ણોરાજને એ કામમાં રહેલું ઘર્ષણ હવે ધ્રુજાવી રહ્યું હતું.  ‘કેમ, વાઘેલાજી! શું હતું? ત્યાં મળ્યા અજયપાલજી મહારાજ?’ ત્રિલોચને ઉતાવળે પૂછ્યું. અર્ણોરાજે વિચાર કર્યો. અજયપાલનું ઘર્ષણ ઊભું કરવામાં પાટણનું સ્પષ્ટ અહિત રહ્યું હતું. તેણે પ્રત્યુતર આપ્યો: ‘આપણે ત્રિલોચનપાલજી! એકદમ હવે પાટણ પહોંચી જઈએ. મહારાજને સમાચાર આપીએ. આંહીં તો ભારે થઇ છે!’ ‘કેમ, શું છે?’ ‘આમ્રભટ્ટજી આવ્યા જણાય છે.’ તે પાસે આવીને ધીમેથી બોલ્યો. ‘ખરેખર? કેમ જાણ્યું?’ ‘એમની