રાજર્ષિ કુમારપાલ - 17

  • 1.8k
  • 1
  • 1.2k

૧૭ સોરઠ-જુદ્ધના લડવૈયા ઉદયન મહારાજ પાસે ગયો. સોરઠ જતાં પહેલાં એને એક વસ્તુ ચોક્કસ કરી લેવાની હતી. આંતરિક ઘર્ષણ જાગવાનો હરેક સંભવ ટાળવાનો હતો. અજયપાલ તો હવે દેથળીમાં બેસી ગયો હતો. એના ઉપર સતત જાગ્રત ચોકી પણ ત્રિલોચને ગોઠવી દીધી હતી, એટલે મહારાજ પાસે આ વાત અટય્રે ન કરવામાં એણે સાર જોયો. તેણે સોરઠની રણતૈયારીની વાત મૂકી. ‘મહારાજ! સોરઠના સૈન્યને હવે મહારાજ વિદાય આપે. બધું તૈયાર છે!’ ‘પણ કોને મોકલવો છે, મહેતા, એ નક્કી કર્યું છે? કાક તો ત્યાં વર્ધમાનપુર પહોંચી ગયો છે. બીજું કોઈન જાય છે?’ ‘કાક ત્યાં વર્ધમાનપુર છે. આ સૈન્ય ત્યાં એને મળીને આગળ વધશે. સમરસને ભિડાવવા