રાજર્ષિ કુમારપાલ - 12

  • 2.1k
  • 1
  • 1.4k

૧૨ આમ્રભટ્ટની રણ-ઉત્સુકતા! કર્ણાટરાજ અદ્રશ્ય થયો કે તરત જ મહારાજ કુમારપાલની દ્રષ્ટિ આખી સભા ઉપર ફરી વાળી. એમાં સ્પષ્ટ રીતે રણનાદ બેઠો હતો. મલ્લિકાર્જુનની મહત્વાકાંક્ષા જાણીતી હતી. દાદા થઈને એને નવસારિકા સુધીનો પ્રદેશ પડાવી લેવાની વાત હતી. આ કર્ણાટરાજ તો પહેલું માપ લેવા આવ્યો હતો. કાવ્યવિલાસમાં વખત ન કાઢતાં એને સીધેસીધો વળાવવામાં આવ્યો એ મહારાજને ગમી ગયું. પણ એમની દ્રષ્ટિ આખી સભા ઉપર ફરી વળતાં તેઓ એક વાત પામી ગયા. ઠંડી ઉપેક્ષાભરેલી ઉદાસીનતા ત્યાં બેઠી હતી! પોતે  હમણાં જે પગલાં લઇ રહ્યા હતા એનો છાનો સબળ વિરોધ અત્યારે પ્રગટ થયો જણાયો. મહારાજ કાંઈ બોલ્યા નહિ. કેવળ એમના મનમાં ચાલી રહેલા