રાજર્ષિ કુમારપાલ - 9

  • 2.4k
  • 1
  • 1.5k

૯ ઉદયનની ચિંતા મંત્રીશ્વર અને કાકભટ્ટ બહાર નીકળ્યા. મહારાજ સિદ્ધરાજના જમાનાથી બંને સાથે કામ કરી રહ્યા હતા, એકબીજાના હ્રદયની વાતો સમજી શકતા હતા. કાકભટ્ટે વર્ષોથી મંત્રીનું સાન્નિધ્ય સેવ્યું હતું. એણે જ મહારાજને અર્બુદગિરિમાં વિક્રમથી રક્ષ્યા હતા; પણ આજે ડોસાએ એંશી વરસે જે રાજભક્તિ દર્શાવી એ જોઇને કાકભટ્ટને કેશવની જલસમાધિ સાંભરી આવી.  રાજભક્તિની આવી વજ્જર જેવી મજબૂત જીવંત દીવાલોમાં બેઠેલું પાટણ એને અમર લાગ્યું. કુમારપાલ અત્યારે હવે પાટણ છોડે એમાં સોએ સો ટકા જોખમ હતું. કુમારપાલનો વજ્જર-નિશ્ચય અને એનું રાજનૈતિક અવ્યવહારુ લાગતું જૈની વલણ એ બંનેએ એના માટે અનેક નવા દુશ્મનો ઊભા કર્યા હતા. અજયપાલ સોરઠમાં જાય એ પણ ઠીક ન