રાજર્ષિ કુમારપાલ - 8

  • 2.3k
  • 1
  • 1.6k

૮ સોરઠનું જુદ્ધ થોડી વારમાં જ કાકભટ્ટ દેખાયો. સોરઠનો એક નાનકડો સામંત રાણો સમરસ કેટલાંક માણસો ઊભા કરીને રંજાડ કરી રહ્યો હતો ને સોમનાથ ભગવાન પાસેના કેદારેશ્વર મંદિરના જાત્રાળુઓને હેરાન કરી રહ્યો હતો. વિમલાચલ (શત્રુંજય) આસપાસ પણ એણે રાડ બોલાવી હતી. બર્બરક એને ભાતભાતના શસ્ત્રઅસ્ત્રની મદદ કરતો. જયદેવ મહારાજનું છેલ્લું વેણ બધા ભૂલી ગયા હતા. કાક, કૃષ્ણદેવ, મલ્હારભટ્ટ, કેશવ, ત્રિલોચન, ઉદયન – બધા એક કે બીજી રીતે ભૂલી ગયા. એક ન ભૂલ્યો તે આ જંગલી બર્બરક! એણે દ્રઢ નિશ્ચય કર્યો હતો: કુમારપાલને ચૌલુક્ય સિંહાસન ઉપર બેસાડી દેનાર હણાવો જ જોઈએ. મહારાજ સિદ્ધરાજને સ્મરણાંજલિ આપવી જ જોઈએ. જંગલી જેવા બર્બરકની એ