રાજર્ષિ કુમારપાલ - 2

  • 2.5k
  • 1
  • 1.7k

૨ મહાપંડિત દેવબોધ દેવબોધ વિશે આનકે કહેલી વાત એક રીતે સાચી હતી. રાજા કુમારપાલનું વલણ જૈનધર્મી થતું જાય છે, એ જોઇને સામંતો, શૂરવીરો, ક્ષત્રિયો અને બ્રાહ્મણોમાં એક પ્રકારનો ગુપ્ત તેમજ પ્રગટ વિરોધ ઊભો થયો હતો. ભૃગુકચ્છમાં રહેલા દેવબોધને એ ખબર પડી. તે પાટણમાં આવી પહોંચ્યો.  એણે આવતાંવેંત પહેલું કંટેશ્વરીદ્વાર ઉપર આહ્વાનપત્ર જ મૂક્યું. એની ભાષામાં શાર્દૂલનો ગર્વ હતો. મદોન્મત ગજરાજનું ગૌરવ હતું. દેવબોધને પાટણ નવું ન હતું કે પાટણને દેવબોધ નવો ન હતો. એક વખત મહારાજ સિદ્ધરાજ જેવાને જેણે ભોંય ઉપર બેસાડીને પછી જ વાત કરી હતી એ આ દેવબોધ! એ વાત પાટણમાં નાનું શિશુ પણ જાણતું હતું. એના મસ્તકમાં