સીમાંકન - 2

  • 2.6k
  • 1.4k

(ઇશાન થોડો ગુસ્સે થયો એટલે ત્રિજ્યા ઘરની બહાર જતી રહી.) હવે આગળ, આશરે એકાદ કલાક પછી એટલે કે પાંચેક વાગ્યે ત્રિજ્યા પાછી ફરી તો ઇશાન બેઠકખંડમાં આંટા મારી રહ્યો હતો. ત્રિજ્યાને જોઇ એ તરત જ આગળ આવ્યો, "ક્યાં ગયાં હતાં? એક તો મમ્મી પણ નથી, કહીને ન જવાય. મને કેટલું ટેન્શન થઈ ગયું. એક તો મમ્મીનું ટેન્શન, બીજું આર્યાનું ટેન્શન.... એ ઓછું હોય એમ હવે તમે પણ ટેન્શન આપવા માંડ્યા. હેં...?" "હેં???" એણે ડાઇનિંગ ટેબલ પર શાકભાજીની બેગ મૂકતાં પ્રશ્નાર્થ કર્યો. પછી ઇશાનની સામે ઉભી રહી આંખોમાં આંખો પરોવીને પૂછ્યું, "મારે તમને કહીને જવું જોઈએ તમે એવું બોલ્યાં?" "હા... એ