લીલુડી ધરતી - સમીક્ષા

  • 9.5k
  • 1
  • 3.3k

પુસ્તકનું નામ:- લીલુડી ધરતી સમીક્ષક:- ડૉ. રંજન જોષી   લેખક પરિચય:- 'લીલુડી ધરતી'ના લેખક ચુનીલાલ કાળિદાસ મડિયાનો જન્મ ૧૨ ઓગસ્ટ, ૧૯૨૨ના રોજ ધોરાજી ખાતે થયો હતો. તેમના ઉપનામો અખો રૂપેરો, કુલેન્દુ, વક્રગતિ, વિરંચિ વગેરે છે. તેઓ ગુજરાતી નવલકથાકાર, નવલિકાકાર, નાટ્યકાર, વિવેચક અને કવિ હતા. ૧૯૩૯ માં તેમણે મૅટ્રિક પાસ કર્યું અને ૧૯૪૫માં મુંબઈની સિડનહામ કૉલેજમાંથી બી.કૉમ. ની પદવી મેળવી. ૧૯૪૬માં 'જન્મભૂમિ', મુંબઈમાં ૧૯૫૦માં 'યુસીસ', મુંબઈના ગુજરાતી વિભાગમાં તેમણે કાર્ય કર્યું. ૧૯૫૫માં અમેરિકા-પ્રવાસ કર્યો. ૧૯૬૨માં 'યુસીસ' થી નિવૃત્ત થયા. ૧૯૬૬ થી 'રુચિ' સાહિત્યિક સામયિકનું પ્રકાશન શરૂ કર્યું. ૨૯ ડિસેમ્બર, ૧૯૬૮ના રોજ હૃદયરોગથી અમદાવાદમાં તેમનું અવસાન થયું હતું. 'પાવકજવાળા', 'વ્યાજનો વારસ', 'ઈંધણ