ધ સર્કલ - 11

  • 1.9k
  • 884

૧૧ ફરી ખખડાટ થયો. એ પછી હળવેકથી એ બારણું ખુલ્યું. બે જણ અંદર આવ્યા. એમાંનો એક જણ લંડનનો પેાલીસવાળો હતો. એ પોલીસ હતો કે કેમ એ કહેવું મુશ્કેલ હતું પણ એના શરીર પર લંડન પોલીસનો લિબાસ હતો એ ચોક્કસ હતું. એના ચહેરાને જોતા એ પોલીસ કરતા કોઈ ગુનેગાર હોય એમ વધુ લાગતું હતું. એની સાથે જે બીજો માનસ હતો એ સાદા કપડામાં હતો. એ માનસ પણ એના જેટલો જ ખૂંખાર અને ગુનાહિત ચહેરાવાળો હતો. એણે કાળા રંગની ટી શર્ટ પર હલકા ભૂરા રંગનું જાકીટ પહેર્યું હતું.  એ બંને માણસોની આંખોમાં પેલા મહામાતાના અનુયાયીઓ જેવી જ હિંસક ચમક હતી. તેઓ પણ