સીમાંકન - 1

  • 2k
  • 914

આ રચના સંપૂર્ણ કાલ્પનિક તથા મૌલિક છે જેનો કોઈ વ્યક્તિ વિશેષ કે ઘટના સાથે સીધો સંબંધ નથી. ********************** તા. ૧૬મી ઑગસ્ટ ૨૦૨૨ આજે મન કાબૂમાં નથી. વારંવાર ખંખેરવા છતાં એનાં જ વિચારોએ પાણીનાં વમળની સ્મૃતિપટ પર ઘૂમરાયા કરે છે ને મારા અસ્તિત્વને તાણી જવાની ચેષ્ટા કરે છે. કેટલું વિચિત્ર ને કે પાંચ કર્મેન્દ્રિયો તથા જ્ઞાનેન્દ્રિયો મળીને પણ એક ભટકતાં મન પર કાબૂ નથી મેળવી શકતી! એને કેમ સમજાવું કે, દુનિયાની ભૂગોળમાં બે એવાં સમુદ્ર છે જે એકમેકને મળીને પણ નથી મળતાં, તરલ હોવાં છતાં નથી ભળતાં. આપણું પણ એવું જ છે ને! એકબીજાની સાથે છીએ પણ ક્યાં એક છીએ! બંનેનું