પેલું! ******* ******* અમે બંને પોતપોતાનો લોટો લઈને ચાલ્યા જતા હતા. ઉતાવળમાં હતા. ઉંમરમાં હું ભરતથી ત્રણેક વર્ષ નાનો હોઈશ. બંનેની ઝડપ સરખી હતી. લોટાની કિનારી હવે આંગળીઓમાં ખૂંચતી હતી. મેં હાથ બદલી નાંખ્યો. હાથની આંગળીઓના વેઢામાં લોટાની કિનારી ફસાવીને લોટો લટકતો રાખવાથી ચાલવામાં સરળતા રહે. ગામમાં જ રહેતા પિતરાઈ ભાઈ ભરતે આ જ્ઞાન ખાસ અંદાજમાં મને ગોખવેલું. બીજી કોઈ રીતે કાં પાણી છલકે કાં ચાલ ધીમી પડે. આવા કામમાં લગીર મોડું પહોંચાય એ ચાલે પણ પાણી ઓછું થાય એ ના ચાલે. વેકેશન સિવાય મારે શહેરથી ગામમાં ખાસ આવવાનું થતું નહીં. અગાઉ ઘણીવાર ગામમાં રોકાયો તો હતો પણ એ દિવસનો