ગતાંકથી... આનાકાની કરવાનો સમય ન હતો. પૃથ્વીની ઓફિસમાં પાછલું બારણું હતું તેમાંથી એક ગેલેરીમાં જવાતું હતું અને તેમાં આવેલી એક સીડીથી મકાનની બહાર જવાતું હતું. પૃથ્વી ઊભો થયો .બદમાશે એકદમ રિવોલ્વર તેના કપાળ આગળથી હટાવીને તેની કમર પર ધરી રાખી અને એ રીતે આગળ પૃથ્વી અને પાછળ તે બદમાશ એમ સીડી પરથી તેઓ નીચે ઊતર્યા. કોઈ જ સમય સૂચકતા અથવા તો કંઈપણ યુક્તિ પ્રયુક્તિ કરીને બદમાશથી દૂર જવાનો પૃથ્વીએ પ્રયાસ કર્યો નહિ. કારણ તેને એમ અનુમાન કરી લીધું હતું કે કદાચ આ રીતે જવાથી સિક્કાવાળી ટોળીના મુખ્ય અડ્ડાથી ને તેના બધાં જ કારસ્તાનોથી માહિતગાર થવાનું કદાચ બની શકશે .આ બદમાશ