બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 30

  • 2.1k
  • 1.1k

વાતો વાતોમાં શિવમ અને કાલિંદી એ જગ્યાએ આવી પહોંચ્યા હતા જ્યાં અઘોરી દાદાએ તેમને કહ્યું હતું.“ શિવમ જો સામે... આ એજ વૃક્ષ છે ને જે દાદા એ કહ્યું હતું." કાલિંદી એ કહ્યું.“ ચાલ નજીક જઈને જોઈએ..."શિવમ અને કાલિંદી વૃક્ષની એકદમ નજીક ગયા.વૃક્ષને એકદમ નજીકથી જોતાં કાલિંદીની આંખો પહોળી થઇ ગઈ. તે વૃક્ષ એજ હતું જે તેને સપનામાં દેખાતું હતું.“ આ વૃક્ષ તો ગામના પાદરે પણ હતું...! હું અને મારો પરિવાર જે દિવસે ઉદયપુરથી અહીં અમરાપુર આવ્યા ત્યારે ગામના પાદરે પ્રવેશતાં જ મે જોયું હતું. તો અહીંયા કેવી રીતે...?" કાલિંદી વિચારમાં પડી ગઈ.“ શું...? તું ચોક્કસ છે એ બાબતે કે આ