બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 27

  • 2.1k
  • 978

બાવીશ વર્ષ પછી... હાલમાં....આખરે અઘોરી દાદાએ શિવમને અમરાપુરનુ બાવીશ વર્ષ જૂનું રહસ્ય જણાવી દીધું.“ એ દુષ્ટ દુર્લભરાજ જ બ્રહ્મરાક્ષક છે. પરંતુ તે કેમ રાક્ષક બન્યો અને તેનો અંત કેવી રીતે લાવીશું." શિવમને બધું જ જલ્દી જાણી લેવું હતું તે પોતાના મોટા ભાઈ દેવ અને તેની પત્નીના મોતનો બદલો લેવા માંગતો હતો.“ બધાં જ સવાલોનો એક જ જવાબ છે; કાલિંદી." અઘોરી દાદાએ ટુંકમાં જવાબને પતાવતા કહ્યું.કાલિંદી જે જગ્યાએ ઉભી હતી ત્યાં જ સ્તબ્ધ થઈ ગઈ. તેને પોતાના કાનો ઉપર વિશ્વાસ નહોતો આવતો આખરે આવડી મોટી વાત એને બાવીશ વર્ષ પછી જો ખબર પડી. નંદિની અને વિરમસિંહની સાથે વિતાવેલ તેનું બાળપણ તેની