બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 24

  • 1.8k
  • 956

બકુલા દેવીની નજર એકાએક બહાર પ્રવેશ દ્વાર પર પડી. કોઈ વ્યક્તિ લાંબો કાળો ધાબળો ઓઢીને હવેલી અંદર આવી રહ્યો હતો. બહારનું વાતાવરણ જોઈને કોઈ પણ હાલમાં ઘરની બહાર નીકળવાની હિંમત ના કરે તો આ બહાદુર વ્યક્તિ કોણ.......? બકુલાદેવીના મનમાં સહેજ પ્રશ્ન ઊભો થયો ત્યાં તો તે માણસ હવેલીમાં પ્રવેશી ચૂકયો હતો.એ વ્યક્તિ આવતાની સાથે જ બધાની સાથે ભોજન ગ્રહણ કરવા બેસી ગયો. બકુલાદેવીએ ફરી એ વ્યક્તિ તરફ નજર કરી પરંતુ તેનો ચહેરો એ લાંબા કાળા ધાબળામાં સમાયેલો હતો જેથી દેખાતો ન્હોતો.સમય ધીમે ધીમે પસાર થઈ રહ્યો હતો અને અંધારું પણ ખૂબ જ ગાઢ બની રહ્યું હતું. બધા ગામલોકો જમી રહ્યા