બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 21

  • 2k
  • 1k

“ માતૃશ્રી તમારો ચહેરો આજે ફરીથી મને ઉદાસ નજર આવી રહ્યો છે. એ દિવસે તો તમે વાતને ટાળી દીધી હતી, પરંતુ આજે તો હું જાણીને જ રહીશ. શું તમે તમારી સમસ્યા તમારા લાડલા માનસિંહ ને નઈ જણાવો...!" માનસિંહે ઉદાસ બેઠેલા તેમના માતૃશ્રી કહ્યું.“ બેટા, તો સાંભળ....... બકુલાદેવીએ બોલવાનું શરૂ કર્યું........“ તું તો જાણે જ છે, દુર્લભરાજ ના ખરાબ વર્તનના કારણે તારા પિતાશ્રી હંમેશા તેના ઉપર ગુસ્સો કરતા આવ્યા છે અને કાલે મહેમાનોની સામે જે રીતે તે શરાબની હાલતમાં આવ્યો તેના લીધે તો આજે વધુ ગુસ્સામાં તારા પિતાશ્રી છે. મને બસ એજ ચિંતા સતાવે છે કે તારા પિતાશ્રી ગુસ્સામાં દુર્લભરાજને ક્યાંય