બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 20

  • 1.2k
  • 618

“ તમારી વાતો પૂરી થઈ ગઈ હોય તો અહીં આવશો...! બધાં સાથે મળીને ભોજન ગ્રહણ કરી લઈએ. " અમરસિંહે માનસિંહ તથા વિરમસિંહ ને બોલાવતા કહ્યું.બધાજ ભેગા થઈને ભોજન કરવા બેઠાં હતાં ત્યાંજ દુર્લભરાજ શરાબના નશામાં ધૂત થઈને ત્યાં આવી પહોંચ્યો.“ હંમેશા મારી સાથે જ અન્યાય થાય છે. બધુજ ઝુંટવી લીધું મારી પાસેથી. બધો જ પ્રેમ માનસિંહને અને મારા ભાગે ફક્ત નફરત આવું કેમ. અને આજે તો ભૈરવીને પણ......" દુર્લભરાજ નશાની હાલતમાં હતા એટલે તેઓ શું કહે છે કોઈને કંઈ સમજણમાં ના આવ્યું અને પોતાનું વાક્ય પૂરું કરે એ પેલા જ જમીન પર ઢળી પડ્યા.“ આને અહીંથી લઇ જાવ." અમરસિંહ એકદમ