બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 19

  • 2.1k
  • 1.1k

બકુલાદેવી માનસિંહના હસતાં ચહેરાને જોઈને બધાં દુઃખો ને ભૂલી ગયા. અને ખુશી ખુશી તેમના લગ્નની શુભેરછાઓ સાથે અનહદ પ્રેમ અને આર્શિવાદ આપ્યાં. આજે આખી હવેલી ખુશીમાં નાચી રહી હતી.બધાએ માનસિંહ અને ભૈરવીને મીઠાઈ ખવડાવી મોં મીઠું કરાવ્યું. માનસિંહ આજે ખૂબ જ હર્ષ અનુભવી રહ્યા છે. જે ભૈરવી સાથે તેઓ જીવનસાથી બનીને તેમની સાથે રહેવા માંગતા હતા આજે તેમનું એ સ્વપ્ન પૂરું થયું. બધાં ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા.“ અમારા માટે વધારી કે નહિ મીઠાઈ." હવેલીમાં પ્રવેશતાં જ વિરમસિંહ બોલ્યાં.માનસિંહે બહારના દરવાજા તરફ નજર કરી તો ત્યાં વિરમસિંહ અને તેમના પત્ની નંદિની આવી રહ્યા હતાં.“ આવો આવો... મિત્ર. બહુ વહેલા