અગ્નિસંસ્કાર - 2

(17)
  • 4.4k
  • 1
  • 3.7k

બલરાજ સિંહનો ડર માત્ર નંદેસ્વર ગામ પૂરતો જ નહિ પરંતુ આસપાસના બધા જ ગામોમાં હતો. એમનો મૂળ ધંધો દારૂની હેરાફેરી કરવાનો હતો. આસપાસના જિલ્લાઓમાં પણ દારૂની ડીલ બલરાજ સિંહના નામથી જ થતી હતી. એમના લગ્ન બાવીસ વર્ષની વયે હેમવતી સાથે થયા હતા. લગ્ન બાદ એક જ વર્ષમાં એમને ઘરે એક દીકરાનો જન્મ થયો. જેમનું નામ રણજીત સિંહ રાખવામાં આવ્યું. લગ્નના પાંચ વર્ષ દરમિયાન બલરાજના કાળા કરતૂતોની જાણ હેમવતીને થવા લાગી હતી. સ્ત્રીઓ પ્રત્યેનો અત્યાચાર જોઈને એમનું હદય દ્રવી ઊઠતું. હેમવતી જ્યારે પણ બલરાજનો વિરોધ કરતી તો એમની સાથે મારપીટ કરીને એમનો અવાજ દબાવી દેવામાં આવતો હતો. પાંચ વર્ષ સતત સહન