અગ્નિસંસ્કાર - 1

(31)
  • 10.2k
  • 3
  • 6k

નંદેસ્વર ગામમાં આજે માત્ર એક જ નામ ગુંજી રહ્યું હતું. " "બલરાજ સિંહ ચૌહાણ". છેલ્લા પંદર વર્ષથી નિરંતર સરપંચ બન્યા બાદ આજ ફરી સરપંચની ચુંટણીમાં બલરાજ સિંહે વિજય પ્રાપ્ત કરી હતી. આ જનતાનો ડર હતો કે મજબૂરી એ તો જનતાનું મન જ જાણતું હતું. પંદર વર્ષ પહેલાં નંદેસ્વર ગામના લોકો સુખ શાંતિથી જીવતા હતા પરંતુ બલરાજ સિંહના હાથમાં કારોબાર આવ્યા બાદ ગામ જાણે નર્ક સમાન બની ગયું હતું. બલરાજ સિંહ સામે નજર મિલાવાની હિંમત તક કોઈ વ્યકિતમાં ન હતી જેથી દરેક પંચાયતની ચુંટણીમાં બલરાજ સિંહ જ વિજય પ્રાપ્ત કરતો. ગામના દરેક સભ્યો એક ચોકમાં ભેગા થયા હતા. બલરાજસિંહ એ ચૂંટણી