તક્ષશિલા કો ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના કિશોરો બિલ્ડીંગની પાછળના કમ્પાઉન્ડમાં મળીને ઉત્સાહપૂર્વક કંઈક બનાવવામાં વ્યસ્ત હતા. આઠ વર્ષનો કાર્તિક દૂર ઉભો રહીને તેઓની ક્રિયા સમજવાનો પ્રયાસ કરી રહ્યો હતો. બાળકોની ઉમંગે તેની જિજ્ઞાસાને વેગ આપ્યો અને તેને પણ એમની પ્રવૃત્તિનો ભાગ બનવાની ઈચ્છા જાગી, તેથી તે એમના નજીક ગયો.તેણે જઈને એક છોકરાની પીઠ થપથપાવીને પૂછ્યું, "તમે શું કરી રહ્યા છો?"“અમે પપ્પનજી બનાવી રહ્યા છીએ,” છોકરાએ પાછળ જોયા વિના જવાબ આપ્યો."પપ્પનજી એટલે શું?" કાર્તિક મૂંઝવણમાં પડી ગયો.“ઓહ હો! તને ખબર નથી? અમે એક બુઢા માણસનું પૂતળું બનાવી રહ્યા છીએ."કાર્તિકની રુચિ તીવ્ર થઈ અને વધુ જાણકારી માટે તે આગળ વધ્યો. સામેનું દ્રશ્ય જોઈને