(વાર્તા ભૂતકાળમાં જાય છે) સન 1979 નો સમય..... માતા-પિતાના મૃત્યુ બાદ ફોઈ એ યશવર્ધનભાઈ અને તેમના નાના ભાઈનું ભરણપોષણ કર્યું હતું.નાનપણથી જ બંને ભાઈ માતા પિતાના પ્રેમ વગર ઉછર્યા હતા. ફોઈ જવાબદારી તો નામ માત્રની પૂરી કરી રહયા હતા. વહેલી સવારનો સમય છે યશવર્ધનભાઈ ક્યાંક બહાર જવા માટે તૈયાર થઈ રહ્યા હતા. "બસ આમ રોજ સવારે તૈયાર થાવ અને નીકળી પડો બહાર.....ઘરનાં કામમાં કંઈ મદદ કરવી જ નથી કોઈએ અને આ ભાર મારે આખી જિંદગી વેઠયા કરવાનો.....બંને ભાઈ માંથી એક ને પણ એવું થાય છે કે ફોઈની થોડી મદદ કરી દઈએ.તમારા ફુવા દિવસ રાત મહેનત કરી રહ્યા છે અને તમે