ગુમરાહ - ભાગ 51

(12)
  • 1.8k
  • 1
  • 976

ગતાંકથી..... "સાહેબ, દિવાલમાં છૂપી સ્વીચની ખબર મેં આપી તેના આધારે આપ તરત જ ત્યાં ગયા હતા?" પૃથ્વીએ અધવચ્ચે પૂછ્યું. "ના, ત્યાં જતાં પહેલા મેં એક બીજી દિશામાં તપાસ ચલાવી હતી." ઇન્સ્પેક્ટર એ કહ્યું : "અને તે તપાસ લાલ ચરણની હતી...." "લાલ ચરણની?" હવે આગળ.... "બેશક. મૂંગા એ આપેલી ખબરને આધારે મેં લાલ ચરણને પોલીસ- સ્ટેશનને બોલાવ્યો. તે અડધાં કલાકે મારી પાસે આવ્યો...." "તરત જ ન આવ્યો, સાચું ને?" "ના, તરત જ નહિં ;કારણ કે તે તેની ઓફિસે ન હતો. ક્યાંક બહાર ગયો હતો. મૂંગાએ વિચિત્ર અક્ષરોના કવર લખનાર તરીકે લાલ ચરણને જણાવ્યા હતા .એ વિશે મેં લાલ ચરણનો ખુલાસો માગ્યો