ગતાંકથી.... સંદીપ તે દુકાન ની સામેની દુકાન આગળ ઊભો રહ્યો. કલાક ,અડધો કલાક સમય વીત્યો પણ પોલીસના બે સિપાહીઓ વોશિંગ કંપની માંથી બહાર નીકળ્યા જ નહિં .એ દરમિયાન કેટલાય માણસો અંદર ગયા અને બહાર નીકળ્યા સંદીપે દુકાનમાં જ હવે તો કોઈ બહાનું કાઢીને જવાનું બરોબર લાગ્યું. તે વોશિંગ કંપનીની દુકાનમાં ઘૂસ્યો અને જુદા જુદા કપડા ધોવાના ભાવોની પૂછપરછ કરવા લાગ્યો. તેને છાપેલા ભાવનું એક પત્રક આપવામાં આવ્યું. તે વાંચવા લાગ્યો. વાંચતા વાંચતા આસપાસ નજર કરી તો પોલીસનો કોઈ પણ સિપાઈ ત્યાં બેઠેલ ન હતો!!! હવે આગળ.... "વળી પાછા અહીંથી કાંઈ વેશપલટો કરીને તેઓ છટક્યા લાગે છે." એમ સ્વગત વિચાર કરીને