બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 17

  • 2.2k
  • 1.2k

હવે તો કાલિંદી પણ જાણવા માંગતી હતી કે આખરે આ ગામનું છુપુ રહસ્ય છે શું...! અને તે રહસ્ય થી તેના પરિવારને શું લેવાદેવા. કઈક તો એવું હશે જ ને ત્યારેજ તો વિરમસિંહ આટલી રાત્રે અહીં આવ્યા છે.“ તો સાંભળ......." આટલું કહીને અઘોરી દાદા ભૂતકાળના રહસ્યને સવિસ્તાર શિવમ તથા વિરમસિંહની સામે ખોલી રહ્યા હતા. કાલિંદી આ બધું એકી ધ્યાને સાંભળી રહી હતી.************બાવીશ વર્ષ પહેલાંની આ વાત છે..........અંબરસિંહને સંતાનમાં બે પુત્રો હતાં. મોટાં પુત્રનું નામ અમરસિંહ જેમના નામ પરથી જ આ ગામનું નામ પડ્યું છે અમરાપુર. અને અમરસિંહ થી નાના તેમનાં ભાઇનું નામ હતું રાવસિંહ. અંબરસિંહના અવસાન બાદ ગામ તથા હવેલીની જવાબદારી