બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 16

  • 2.2k
  • 1.1k

"શ્રેયા શું થયું કેમ આમ તેમ પડખાં ફેરવે છે ઊંઘ નથી આવતી?" શ્રેયાને પથારીમાં વારે વારે પડખાં ફેરવતી જોઈને કાલિંદી એ કહ્યું.“ ઊંઘ તો તને પણ નથી આવતી ને ત્યારેજ હજુ સુધી જાગતી છે. શું હું જાણી શકું તેનું કારણ..?" શ્રેયા એ કાલિંદી ને વળતો જવાબ આપતા પ્રશ્ન કર્યો.શ્રેયાના એ પ્રશ્ને કાલિંદીના મનને ચકડોળે ચડાવી દીધું. કાલિંદી એ શિવમની આંખોમાં જે દુઃખ જોયું હતું એજ દુઃખના કારણે કાલિંદીને ઊંઘ નહોતી આવતી.“ કાલિંદી એક વાત કહું..? " પથારીમાં ઊંઘ ના આવતી હોવાથી શ્રેયાએ કાલિંદીને કહ્યું.“ હા બોલને. "“ મારા મનમાં એક પ્રશ્ન છે. હું તને જણાવવા માંગુ છું પણ..." શ્રેયા બોલતાં