અજનબી સમીર

  • 1.4k
  • 542

"આજે આકાશમાં તારા કે ચંદ્ર કંઈ દેખાતું નથી. સઘળું આ કાળા વાદળોની પાછળ સંતાઈ ગયું છે. આ મે મહિના માં પણ આકાશ નિરસ થઈ ગયું છે ગગન આજે ગગન લાગતું જ નથી. આજે મારા જેમ જ આકાશ પોતાની ઓળખ શોધવા મથી રહ્યું હોય એમ લાગે છે." સમીર ખુલ્લા આકાશને નિહાળતા બોલી રહ્યો હતો. ત્યારે જ વરસાદ વરસવા લાગે છે. અને સમીર એ વરસાદમાં દેહ અને મન થી ભીંજાય જાય છે. અને જોર થી પોક મુકી ને રડી પડે છે. આકાશમાં બેઠેલા ઈશ ને ફરીયાદ કરતો હોય એમ જોર જોર થી રડતા એ બોલે છે. કેમ હું જ? કેમ ભગવાન કેમ?