તમને શાનો શોખ છે?

  • 4.1k
  • 1.5k

તમને શાનો શોખ છે?એક અતિ અંગત વાત કહું? હું તમને મારા ગણી કાનમાં કહું છું. બોલીએ તો ગુસપુસ અવાજે, તો લખીને? નાના ફોન્ટમાં. બીજું શું?પ્રથમ તો સ્પષ્ટતા કે અત્રે ફક્ત મનોરંજન પીરસવાનો હેતુ છે.1982ની કોઈ જાહેર રજામાં હું છોકરી જોવા ગયો. હું સૌરાષ્ટ્રનાં એક શહેરમાં નોકરી કરતો હતો. એ વખતમાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં વડીલો નક્કી કરે ત્યાં પરણી જવાનું રહેતું. શહેરોમાં છોકરા છોકરીની મુલાકાત ક્યાંક વડીલોની હાજરીમાં તો ક્યાંક એકલાં થતી. બન્ને હજી પુખ્ત મુગ્ધાવસ્થામાં કહેવાય એટલે એ મુલાકાતમાં સામસામે આવી જાય પછી શું વાત કરવી એ ખબર ન હોય. કોલેજમાં 'હાય હલો' કરતા હોય પણ બધાને કાંઈ પ્રેમ બ્રેમ