બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 15

  • 2.4k
  • 1.2k

દાદા તમે મને જાણો છો...?? મારા પરિવારને જાણો છો..??" શિવમે પૂછ્યું.“ બેટા, તારા મનમાં ઉદ્ભવેલા પ્રશ્નોના જવાબ હું યોગ્ય સમયે આપીશ. પણ અત્યારે તું મારી સાથે ચાલ."“ પણ ક્યાં...." શિવમે કહ્યું.“ રહસ્યોને શોધવા." અઘોરી એ કહ્યું.“ રહસ્યોને શોધવા...?? શિવમે પ્રશ્ન કર્યો.“ હા, રહસ્યો...!અનેક રહસ્યો છુપાયેલા છે આ ગામમાં." અઘોરી એ ચાલતાં ચાલતાં કહ્યું.“ પણ એ રહસ્યોથી મારા ભાઈ - ભાભીને શું લેવા દેવા...!"“ બ્રહ્મરાક્ષક...." અઘોરી એ કહ્યું.“ બ્રહ્મરાક્ષસ...??? એ કોણ છે ?" શિવમે પ્રશ્ન કર્યો.“ બ્રહ્મરાક્ષસ આ એજ શૈતાન છે જેણે કેટલાય લોકોના જીવ લીધાં છે. કેટલાયના હસતાં રમતાં પરિવારને વિખેરી નાખ્યા છે. છેલ્લા વીસ વર્ષથી એ શૈતાને અમરાપુરની શાંતિને