ગુમરાહ - ભાગ 47

  • 2.2k
  • 1.2k

ગતાંકથી.... સારું, હું ત્યાં જઈશ. પણ આપ એ જણાવી શકશો કે ,તેને ઉઠાવી જનાર કોણ છે ?" પહેલો તમે...ઉઉઉફ...તે આદમીને મેલવો. તેનો પત્તો મેલવશો એટલે આપોઆપ... તે કહેશે.... અને ઉફફ... જો તે નહિ કહે તો પછી તમારી એડિતર મિ. લાલચરણને પૂછી જોજો." સંદીપ ચોંક્યો. લાલચરણ ને પૂછી જો જો એટલે શું ? શું લાલચરણ આ કાવતરામાં સામેલ છે? તે 'લોક સેવક 'અને 'લોક સત્તા' વચ્ચેની ચકમક થઈ વાકેફગાર હતો . હવે આગળ... તેને લાલ ચરણનું જ આ કામ હોય એ બનવા જોગ લાગ્યું. રાયચુરાએ 'તમારા એડિટર મિ. લાલ ચરણ 'એમ કહ્યું તે ઉપરથી તે લાલચરણ હાલ 'લોક સેવક'માં નથી એમ