દિવાળી વેકેશન અને ફરવાનો પ્લાન - ભાગ 7

  • 3.1k
  • 1.1k

ધારાવાહિક:- દિવાળી વેકેશન અને ફરવાનો પ્લાન.ભાગ:- 7લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની.ખંડેર જેવી લાગતી હવેલીમાં લાઈનમાં ઉભા રહીને એમાં કરેલ ફોટાઓની કારીગરીથી ચારેય જણાં અભિભૂત થઈ ગયા. હવે ક્યારે અંદર જવા મળે અને કોઈક નવો જ રોમાંચ અનુભવવા મળે એની રાહ જોવા લાગ્યા.લગભગ ચાલીસેક મિનિટ રાહ જોયા પછી આ ચારેયનો વારો આવ્યો. અહીંયાં એક રાઈડમાં ચાર જણાં બેસી શકતાં હતાં એટલે ચારેય સાથે જ બેઠાં. રાઈડ ધીમે રહીને શરુ કરવામાં આવી અને એક અંધારિયા વિસ્તારમાં દાખલ થઈ. એવું અદ્ભૂત ડેકોરેશન કર્યું હતું કે એમ જ લાગે કે આપણે ખરેખર એક ભૂતિયા હવેલીમાં દાખલ થયા છીએ! એમાં પણ જ્યાં દાખલ થઈએ છીએ