દિવસ ઉગી ગયો હતો. મે મહિનાના સૂરજના કૂમળા તડકાએ મને હળવે હળવે શેકવાનું શરું કરી દીધું હતું. પરંતુ મારું મન "અલ્યા ચંદન.. પડ્યો રે'ને સોંનોમોંનો ભઈ.. હજુય કલ્લાક એક ઊંઘે તોય સું વોંધો સે તારે..!" એમ કહીને પથારી ન છોડવા માટે દબાણ કરી રહ્યું હતું. એટલે સૂતરાઉ પછેડીથી મારા શરીરને ઢાંકીને હું એ તાપને દૂર હડસેલતો, રાતની ઊંઘ પૂરી કરવાની કોશિષ કરી રહ્યો હતો. રાત્રે મોડે સુધી દોસ્તો સાથે પાર્ટીની મજા માણીને હું મારી રૂમ પર આવ્યો હતો. કોઈક કારણસર લાઈટ નહોતી. રૂમમાં બફારો ખૂબ હતો. એટલે લાઈટની રાહ જોયા વગર જ પથારીનો સામાન ધાબા પર લઈ જઈને હું સૂઈ