પરિણામ

(11)
  • 4.4k
  • 2
  • 1.6k

પપ્પા હજી ઓફિસે પહોંચ્યા જ હતા ને ત્યાં જ શાળામાંથી ફોન આવિયો! સુરીલી અવાજ માં એક મેડમ બોલ્યા - " સર! તમારી દીકરી બીજા ધોરણ માં ભણે છે એની હું ક્લાસ ટીચર બોલું છું. આજે વાલી મિટિંગ છે. જેમાં તેનો રિપોર્ટ કાર્ડ બતાવવામાં આવશે. તમે તમારી દીકરીની સાથે સમયસર શાળા એ પહોંચી જજો." બિચારા પપ્પા શું કરે. આદેશ નું પાલન તો કરવું જ પડે... તરત જ ઓફિસેથી રજા લય ને ઘરે આવીયા અને તેની દીકરીને લય ને શાળા એ જવા નીકળી ગયા. સામે ગુલાબી સાડી પેહરેલ, નાની એવી કપાળ માં બિંદી લગાવેલ, નાની ઉમરના તેમજ કડક મિજાજના મેડમ લાગતા હતા.