છપ્પરપગી ( ભાગ-૩૩) —————————-અને હા… વુ ઈઝ ધ સ્વામીજી ? મોમ ટોલ્ડ મી ધેટ હી વોઝ ઈન ટીંચીંગ પ્રોફેશન ઈન હિઝ પાસ્ટ ? પલ આવા ઘણા પ્રશ્નો પૂછતી રહે છે એટલે પ્રવિણે કહ્યુ, ‘… કદાચ અહીં આ થોડા દિવસોમાં લગભગ બધા જ ને પોતપોતાનાં કેટલાંય પ્રશ્નોના જવાબ મળી જશે… જો પાત્રતા હશે તો કદાચ પૂછ્યા વગર પણ કેટલાંક જવાબ મળી જશે… બસ અહીં મોઢું શક્ય તેટલું બંધ, આંખો જરુર જણાંય ત્યાં જ ખુલ્લી, કાન સતત ખૂલ્લા, મગજ કૂતુહલતા પુરતુ જાણવા-સમજવા વાપરવું અને હ્રદય પ્રફૂલ્લિત અને વિશાળ રાખવું… કદાચ આપણાં જીવનમાં અત્યાર સુધી આપણે જે પણ કંઈ જાણતા કે સમજતા હોઈએ