બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 9

  • 3.6k
  • 1.4k

"મારી દે ધક્કો એને એ મારી દુશ્મન છે...” સતત શ્રેયા ના કાને અથડાતાં આ શબ્દો કાલિંદી માટે એક નવો જ ખતરો લઈને આવી રહ્યા હતા. શ્રેયા હવે કાલિંદીની નજીક પહોંચી ગઈ ફરી તેને એજ શબ્દો સંભળાયા“ મારી દે ધક્કો એને એ મારી દુશ્મન છે..” શ્રેયા એ પોતાનો હાથ લંબાવ્યો કાલિંદી ને ધક્કો મારવા. જોરથી ધકકો મારવા જતી જ હતી ત્યાં.....“આઅઅઅઅઅ..... ”ભયંકર ચીસ પડી.........“શ્રેયા.... ”કાલિંદી ના છેલ્લા શબ્દો હજી જંગલ માં ગુંજી રહ્યા હતા.....શ્રેયા ની ચીસ સાંભળીને કાલિંદી એ પાછળની તરફ જોયું. તો શ્રેયા ની આસપાસ ભસ્મ ઉડી રહી હતી અને શ્રેયા પોતાના શરીર ને કોઈ સળગાવી રહ્યું હોય એવી રીતે