મેરેજ લવ - ભાગ 5

  • 4.7k
  • 1
  • 2.5k

આર્યા નવા ઘરે - પોતાના સાસરે સરસ સેટ થઈ ગઈ, બધા સાથે હળી મળી ગઈ હતી. થોડા સમયમાં જ આર્યા જાણે આખા ઘરની રોનક બની ગઈ. વહેલી સવારે આર્યાનો દિવસ ચાલુ થઈ જાય, સવારે વહેલા રેડી થઈ ભગવાન ની પૂજા પ્રાર્થના કરે, ધીરે ધીરે આખો પરિવાર તેની સાથે પ્રાર્થનામાં જોડાઈ ગયો. આર્યાના મધુર કંઠે ભગવાનની આરતી - ભજન ચાલુ થાય એ સાથે તો આખો પરિવાર રેડી થઈને મંદિર પાસે આવી જાય. એ પછી આર્યા બધા માટે ચા નાસ્તાની તૈયારીમાં લાગી જાય. બધાને આર્યા ના હાથની ચાય ની અને રસોઈનું ઘેલું લાગી ગયું. આર્યા ના હાથ ની ચાય ની તો વાત