લગ્નગીતોમાં અશ્વવીરા રે શકન જોઈ જોઈ ઘોડે ચડજો‚ વરરાજા શકન જોઈ જોઈ ઘોડે ચડજો…પાવઠડે પગ દઈ ચડો રે વરરાજા‚ બેની તે છેડલા સાહી રહ્યાં…કુંવર ઘોડે ચડયા ને જગ જોવા મળ્યું‚ મારી શેરીમાં હાટ નો માય ; કુંવર ઘોડે ચડયા રે.કેસરિયા ચડો વરઘોડે‚ ચડો વરઘોડે ને લાલ અંબોડે‚મીઠડાં લઉં તારા માથાની મોળ્યે‚ ધન્ય તારી માતા મોડબંધી આવે‚વાલો વીર ઘોડલડે ચડે ને‚ હું તો જોઈ રહી છું…વાલા વીર જોયાં તમારાં પીતળિયાં પલાણ રે ; ભમરલો તો બહુ રમે રે…વરરાજા એટલે ગામ સમસ્તે અંતરથી ઠાલવેલા રૂપનો‚ ઉમંગનો સરવાળો‚ ઢોલી‚ શરણાયો‚ ગામના ગલઢ