સ્નેહનું ઘર

  • 3.2k
  • 1.1k

તડકાએ બંનેનાં શરીરનું ઘણું બધું પાણી શોષી લીધું હતું, અને આંખો. પીળા કલરના ચકામાં જોવા લાગી હતી. હાથમાં પકડેલો ડબ્બો દુનિયાભરના વજનનો અનુભવ કરાવતો હતો. અને હૃદયનો અફસોસ નિઃશ્વાસ બની મોઢાંમાંથી બહાર નીકળતો હતો. લાચારીની રેખાઓ માથા પર ઊંડી ને ઊંડી ઉતરતી હતી. ગળાના સંતોષ માટે બાજુમાં ઉભેલી સંસ્થાની વેનમાંથી પાણીની બોટલ લઈ પાણી ગટગટાવી લીધું. આભાસી સંતોષ મોઢાં પર પાથરી બને પાછા રસ્તા વચ્ચેના સર્કલ પાસે ઊભા રહી ગયા. તહેવાર હતો એટલે બગીચા અને બગીચાની બાજુમાં આવેલા મંદિરમાં લોકોની ભીડ જામી હતી. સ્વાદ માણતાં લોકો હાથની લારી પર માખીની જેમ ટોળે વળ્યા હતાં. સર્કલ પાસે ઉભેલા આ બને વડીલો