ચમત્કારિક રૂદ્રાક્ષ ભાગ-૬ (આ ભાગ વાંચ્યા પહેલા આગળના પાંચ ભાગ વાંચશો તો આ ભાગ વાંચવાની વધુ મજા આવશે.) એ સ્કેચનું વર્ણન કરૂ તો, પાણીની ઉંચી લહેરો, એ લહેરોમાં એક નાવ, નાવમાં આશરે ચાર-પાંચ વ્યક્તિઓ પૈકી બે વ્યક્તિઓ પાણીમાં હાથ-પગ મારતા અને બે-ત્રણ વ્યક્તિઓ નાવમાં પોતાને સુરક્ષિત રાખવા માટે હવાતિયા મારતા, આકાશમાંથી વરસતો વરસાદ અને આકાશમાંથી ઉતરતી એક પ્રકાશની રેખા.... જાણે વિજળી પડતી હોય. મેં પૂછ્યું, રાઠા સાહેબ, આમાં અજૂગતુ શું છે. આ તો સામાન્ય બાબત કહેવાય. રાઠા સાહેબ બોલ્યા... હા..! જો આ દ્રશ્ય ચોમાસાનું હોય તો સામાન્ય કહેવાય પરંતું આ સ્કેચ જ્યારે બન્યો ત્યારે ધોમધખતો તડકો હતો. આકાશમાં