લલિતા - ભાગ 9

  • 2.5k
  • 1.4k

મુંબઈ જેવા મોટા શહેરમાં ભણેલા હોય, મોર્ડન મિત્રો હોય અને જેણે જાહોજલાલીથી બીજાનાં લગ્ન જોયા હોય તેને પણ સ્વાભાવિક રીતે પોતાનાં લગ્ન એવી જ રીતે થાય એવી ઈચ્છા હોય છે. અર્જુનને પણ એવું જ હતું. તેને તેના ગામની સુવિધા, રસ્તા અને સૌથી મુખ્ય વાત દરેકના સ્વભાવની જાણ હતી એટલે તેને ગામમાં પોતાનાં લગ્ન લેવાઈ તે જરાપણ પસંદ ન હતું. પણ જ્યંતિભાઈ તો ગામમાં લગ્ન લેવા માટે તૈયાર થઈ ગયાં હતાં તે પણ અર્જુનને વિશ્વાસમાં લીધા વગર.અર્જુન ચિડાઈને કહે છે, "પપ્પા, ગામમાં મારે લગ્ન નથી કરવા. હા પાડવા પહેલાં મને પૂછો તો ખરા?""કેમ? લગ્નનો ખર્ચ તું કરવાનો છે કે મારે તને