લલિતા - ભાગ 8

  • 2.6k
  • 1.4k

જ્યંતિભાઈ મોટાભાઈની સામે ગોઠવેલા સોફા ઉપર બેસી ગયાં. જ્યંતિભાઈનો ઉચાટ અને ગુસ્સો ભલે હળવો થયો હતો પરંતુ મનમાં ને મનમાં તેમને બસ એક જ વિચાર ફરી ફરીને આવતો હતો કે હું જ્યારે મારી બેનોને પરણાવતો હતો ત્યારે કેમ કોઈને મારા ઉપર દયા દાખવી ન હતી. આજે જ્યારે હું છોકરાવાળાના પક્ષે છું ત્યારે લોકો મારી પાસે વાંકડો ઓછો અથવા નહીં માગું એવી અપેક્ષા રાખે છે.વાંકડો એટલે કે દહેજ એ સાવ ખોટી અને અયોગ્ય બાબત છે પણ તે સમયે વાંકડો તેઓના સમાજમાં ફરજિયાત હતો અને જો કોઈ ઘર વાંકડો ન માંગે તો એમ સમજવામાં આવતું કે છોકરામાં કંઈ ખામી છે.તો બીજી બાજુ,