પિયર

  • 1.6k
  • 552

*પિયર*દિવાળીની રજા હતી એટલે શાળાએ જવાનું નહોતું. મારી ધર્મપત્ની છાયાને ખબર જ હોય કે શાળામાં રજા હોય કે રવિવાર હોય એટલે મને મોડા સુધી ઊંઘવાની ટેવ. આમ દેખો તો એ ટેવ એણીએ જ પાડી હતી. જ્યારે મારા લગન થયા ત્યારે મહિના પછી મને શિક્ષકની નોકરી મળેલી. હા એ સાચું છે કે છાયાના પગલાં મારા ઘરમાં શુકનિયાળ હતા.લગ્ન પહેલા હું બાપુની એ વાતને અન્ધશ્રદ્ધા જ માનતો કે નાના પગવાળી કન્યા શુકનિયાળ હોય! પણ લગન પછી જ્યારે મને એક જ મહિનામાં નોકરી મળી ત્યારે હું છાયાના પગ જોયા કરતો! ઘણીવાર મને એ કહેતી પણ ખરા, "એય, તમે શું આ પગ જોયા કરો