ક્ષિતિજની આંખો નું નૂર દિવસે દિવસે ઘટતું જતું હતું. તેની આંખો ની નિયમિત રીતે તપાસ જારી હતી. એક વાર ડોકટરે તેના મોઢે કહી દીધું હતું. " તું હવે કાંઈ નહીં કરતો. ધીરે ધીરે તારી આંખો નું નૂર જતું રહેશે. " ક્ષિતિજ બી કોમ માં ફર્સ્ટ ક્લાસ માં પાસ થયો હતો. તે સી એ કરવા માંગતો હતો. પણ તેની મનસા મનમાં જ રહી ગઈ હતી. તેણે હતાશ થઈ સઘળા હથિયાર હેઠા મૂકી દીધા હતા. નકારાત્મક સ્વભાવ તેને વારસામાં મળ્યો હતો. દરેક વસ્તુમાં તેને અનિષ્ટ થવાના ભણકારા વાગતા હતા. દરેક ચીજમાં તેને ગંદકી દેખાતી હતી. તેના ઈલાજ તેમજ ટ્રેનિંગ માટે તેને બ્લાઇન્ડ