સ્પર્શ

  • 2.5k
  • 876

"આઇ.સી.યુ. (ICU)" જે લોકો મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા નથી એમના માટે ડરામણો શબ્દ. "હાય..હાય.. આઈ.સી.યુ.(ICU) માં દાખલ છે, તો તો બચવાના ઓછા ચાન્સીસ હશે"."એકવાર આઈ.સી.યુમાં ગયા પછી ભગવાનની મહેરબાની હોય તો જ પાછા આવીએ"."આમ તો કાંઈ હોય નહીં પણ ડોક્ટરોને વધુ પૈસા ખંખેરવા હોય એટલે બિવરાવે " આવી આવી વાતો થાય.મારાં તો કામ નું સ્થળ, દર્દીની સારવાર માટે થતા રિપોર્ટ, રિપોર્ટ મુજબ દવા, દવાના ડોઝની ગણતરી, દર મિનિટે દર્દીની બદલાતી પરિસ્થિતિ, આ બધાની સાથે તમારે આંતરિક ભાવો સાથે પણ તાલ-મેલ સાધવો પડે. બાજુ બાજુમાં રહેલા બે દર્દીની વચ્ચે છ ફૂટનું અંતર પસાર કરતા જેમ એનું નિદાન બદલાય તેમ તમારા ભાવોને